મોરબીના ખાટકીવાસ નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયાં 

મોરબી: મોરબીના ખાટકીવાસ નજીક તલાવડી વાસમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મોરબીના ખાટકીવાસ નજીક તલાવડી વાસમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો હુસેનભાઇ ઇકબાલભાઈ લાખા (ઉ.વ.૨૯) તથા મકબુલભાઈ હનિફભાઈ કાશમાણી (ઉ.વ.૨૭) રહે બંને ખાટકીવાસ મોરબી અને દાઉદભાઈ કાદરભાઈ કાશમાણી રહે. પખાલીશેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૪૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img