ટંકારાના હરબટીયાળી ગામેથી જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

ટંકારા: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે જુગાર રમતા પાચ આરોપીને રોકડા રૂપીયા ૧૭,૪૦૦/-ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હરબટીયાળી ગામમા બહુચરાજીના મંદીરપાસે ખુલા પટમા જુગારની પ્રવૃતી ચાલુ હોય જે બાતમીના અધારે રેઇડ કરતા જુગાર રમતા પાંચ ઇસમો કિશોરભાઇ છગનભાઇ મુછડીયા, પ્રવીણભાઇ કલાભાઇ મોરાડીયા, અરવીંદભાઇ ધનજીભાઇ મુછડીયા, રહે. ત્રણેય- હરબટીયાળી તા. ટંકારા, અશોકભાઇ મુળજીભાઇ રહે. આંબેડકનગર (વીરવાવ) તા.ટંકારા, અશોકભાઇ છગનભાઇ મકવાણા રહે. વાકાનેર, આંબેડકરનગર શેરી નં-૦૫ તા. વાકાનેરવાળાને રોકડ રકમ રૂ.૧૭,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસસ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી અણળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img