મોરબીમાંથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબીના ઝુલતા પુલ પાસે મહાપ્રભુજીની જગ્યાની બાજુમાં વાડી વિસ્તારમાં જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ઝુલતા પુલ પાસે મહાપ્રભુજીની જગ્યાની બાજુમાં વાડી વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો અતુલભાઈ બાબુભાઈ જંજવાડીયા (ઉ.વ.૨૯), રાકેશભાઈ લઘુભાઈ મોરવાડીયા (ઉ.વ.૩૫), શાંતિલાલ રાઘવજીભાઈ ઉપસરીયા (ઉ.વ‌.૩૦), વિજયભાઈ નાગજીભાઈ રાવા (ઉ.વ.૩૨) રહે. બધા વીસીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૬,૦૯૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img