ટંકારા-રાજકોટ હાઇવે રોડ પર ટ્રક- એમ્બ્યુલન્સ વચ્ચે અક્સ્માત: એમ્બ્યુલન્સ ચાલક ઈજાગ્રસ્ત

ટંકારા: ટંકારા રાજકોટ હાઇવે રોડ આર્ય વિદ્યાલય સામે જબલપુર તરફ જવાના રસ્તા પાસે રોડ ઉપર ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી દેતા ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ભટકાતાં એમ્બ્યુલન્સ ચાલક યુવાન ઈજાગ્રસ્ત થયો હોવાથી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના મકરાણીવાસ શિલ્વર પાર્કમાં રહેતા શરીફભાઈ ઉષ્માનભાઈ સોલંકી (ઉ.વ.૩૪) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે- ૧૧- ટીટી- ૯૭૮૬ ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક રજી-નંબર- જીજે-૧૧-ટીટી- ૯૭૮૬ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના હવાલા વાળી એમ્બ્યુલન્સ રજીસ્ટર નં- જીજે-૧૮-જી- ૮૬૯૭ વાળીની સાઇડ કાપી આગળ જઇ ઓચિતી કોઇ પણ સિગ્નલ આપ્યા વગર બ્રેક મારી દેતા ફરીયાદીએ બ્રેક મારવા છતા ટ્રક પાછળ ભટકાઇ જતા એમ્બ્યુલન્સનુ સ્ટેરીંગ ફરીયાદીને પેટના ભાગે વાગતા પેટના અંદરના ભાગે ઇન્ટરનલ ઇજા પહોંચી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img