મોરબીના ધરમપુર ગામે જુગાર રમતી ચાર મહિલા ઝડપાઇ 

મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામે મેલડી માતાજીના મઢ પાસે તીનપત્તીનો જુગાર રમતી ચાર મહિલાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં શ્રાવણ માસ નજીક આવતાની સાથે જ જાણે જુગારની મોસમ આવી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબી તાલુકાના ધરમપુર ગામે મેલડી માતાજીના મઢ પાસે તીનપત્તીનો જુગાર રમતી ચાર મહિલા સરોજબેન ચંદુભાઈ સાંતોલા (ઉ.વ.૪૭), સોમીબેન સુખાભાઈ ઉપસરીયા (ઉ.વ.૫૫), દયાબેન ધીરૂભાઇ ઉપસરીયા (ઉ.વ.૫૦) રહે. ત્રણેય ધરમપુર ગામ તા. મોરબી તથા દયાબેન કરશનભાઇ કોળી (ઉ.વ.૫૬) રહે. જાંબુડીયા તા. મોરબીવાળીને રોકડ રકમ રૂ. ૧૧૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img