મોરબી મચ્છુ -૦૩ ડેમમાં રૂલ લેવલ મુજબ પાણી ભરાઈ જતા; 21 ગામોને એલર્ટ કરાયા

મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ -૦૩ સિંચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબ પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારમાં આવતા ૨૧ ગામોને એલર્ટ કરાયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઇ યોજનામાં કુલ લેવલ મુજબનું પાણી ભરાઇ ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. તો સિચાઈ યોજનાના નીચાણવાસમાં આવતા ગામો મોરબી તાલુકાના ગામો ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુગંણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તથા માળિયા(મી) તાલુકાના ગામો દેરાળા, મેધપર, નવાગામ, રાસંગપર, વિસ્વદરકા, માળિયા(મી), હરીપર, ફતેપર સહિતના ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img