મોરબી: સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સંચાલક સહિત બેની ધરપકડ

મોરબી: મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર મેલડી માતાજીના મંદિર પાછળ આવેલ શિવાલીક કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ ” ઓરેકલ સ્પા એન્ડ સલુન” સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટની ટીમે રેઇડ કરી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડી સ્પાના માલિક સહિત બે ઈસમોને ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટની ટીમ દ્વારા મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર મેલડી માતાજીના મંદિર પાછળ આવેલ શિવાલીક કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ “ઓરેકલ સ્પા અને સલુન”માં રેઇડ કરવામાં આવી હતી અને સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી લીધુ હતું. તેમજ આરોપી વિજયભાઈ ડાહ્યાભાઈ પારધી (ઉ.વ.૩૩) રહે. પીપળી તા. મોરબીવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા “ઓરેકલ સ્પા અને સલુન”મા નિતીનભાઇ વસંતભાઈ સોલંકી (ઉ.વ.૩૨) રહે. લાલપર ગેટની બાજુમાં તા. મોરબીવાળાને સંચાલક તરીકે રાખી ગેરકાયદેસર દેહવ્યાપારના લાયસન્સ વગર બહારથી સ્ત્રીઓ બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટેના સાધન/ સગવડ પુરા પાડી કુટણખાનું ચલાવતા હોય તે દરમિયાન રેઇડ પાડી રોકડ રકમ રૂ‌. ૫૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૪ કિં રૂ. ૨૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૨૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img