મોરબીમાં સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબીમાં આઇ.ટી.આઇ. સામે બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાળ પાસે રોડ ઉપર સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મોરબી શહેરમાં દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબીના કોઈ પણ વિસ્તારમાં લોકોને દારૂની હોમ ડિલિવરી મળી રહી છે તેમજ મોરબી શહેરમાં અનેક વખત કારમાં તો ક્યારેક ટ્રકમાં ચોરખાનુ બનાવી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે લોકો મોરબીમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે ત્યા ફરી એક વખત સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ/ બીયરનો જથ્થો ઝડપાયો છે. જેમાં મોરબીમા આઇ.ટી.આઇ. સામે બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાળ પાસે રોડ ઉપર સ્વીફ્ટ કાર સાથે આરોપીઓને વિદેશી દારૂની બોટલ નંગ-પર કિ.રૂ.૨૨,૭૫૦/- તથા બીયરના ટીન-૪૮ કિ.રૂ. ૪૮૦૦ તથા સ્વીફ્ટ કાર જેના રજીસ્ટર નંબર-GJ-36- AJ- 4700 વાળી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ.૩,૨૭,૫૫૦ ના મુદામાલ સાથે આરોપી ઉદયભાઇ જોરૂભાઇ કરપડા ઉ.વ.૨૬ રહે. તથા અનિરૂધ્ધભાઇ જોરૂભાઇ કરપડા ઉ.વ.૨૪ રહે. મહેન્દ્રનગર આઇ.ટી.આઇ. સામે મોરબી મુળગામ કળમાદ તા.મુળી તા. સુરેન્દ્રનગરવાળાને સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ રણુભાઇ લગધીરભાઈ કરપડા રહે. કળમાદ તા.મુળી તા. સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img