Monday, August 25, 2025

મોરબીમાં સાઈકલ અડી જતાં ધો- 10ના વિદ્યાર્થીને શખ્સે બેટ વડે માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સગીરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો

મોરબીમાં આવેલી ભારતનગર સોસાયટીમાં રહેતો અને ધો.૧૦માં અભ્યાસ કરતો ૧૫ વર્ષનો સગીર સાયકલમાં પંચર સંધાવવા માટે જતો હતો ત્યારે સાયકલ અડી જવા મુદ્દે અજાણ્યા શખ્સે ઝઘડો કરી બેટ વડે માર માર્યો હતો. સગીરને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં આવેલી ભારતનગર સોસાયટીમાં રહેતા અને ધો.૧૦માં અભ્યાસ કરતા રેહાન રમજાનભાઈ રાજા નામનો ૧૫ વર્ષનો સગીર સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં રીલીફનગર પાસે સાયકલમાં પંચર સંધાવવા માટે જતો હતો. ત્યારે સાયકલ અજાણ્યા શખ્સને અડી જતા અજાણ્યા શખ્સે ઝઘડો કરી બેટ વડે માર માર્યો હતો. સગીરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર