મોરબીમાં યુવક સહિત બે વ્યકિતને ત્રણ શખ્સોએ ફટકાર્યા

મોરબી: મોરબીના સામા કાંઠે ત્રાજપર શિવ શક્તિ સોસાયટીમાં રોડ રસ્તા પર સાહેદે ભરતી ભરેલ હોય જે આરોપીઓને સારૂ ન લાગતા ત્રણ શખ્સોએ યુવક સહિત બે વ્યકિતને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મોરબીના સામા કાંઠે ત્રાજપર શિવ શક્તિ સોસાયટીમાં પ્રાથમિક શાળાની સામે રહેતા મયુરભાઈ નારણભાઈ પાટડીયા (ઉ.વ.૨૪) એ આરોપી દીપકભાઈ ગોકળભાઇ પાટડીયા, દિલીપભાઈ રાધુભાઈ પાટડીયા, વિપુલભાઈ ગોકળભાઇ પાટડીયા રહે. બધા ત્રાજપર શિવ શક્તિ સોસાયટીમાં મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓના ઘર સામે રોડ રસ્તા ઉપર ભરતી ભરેલ હોયજે ભરતી ભરેલ તે આરોપીઓને સારૂ નહી લાગતા સાથી સાથે ઝગડો બોલાચાલી કરતા તે સમયે ફરીયાદી તથા સાથી જતા ફરીયાદી તથા સાથીને આરોપીઓએ ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારતા ફરીયાદી પડી જતા રોડ પર રહેલ ઇટ અથવા પથ્થર માથાના પાછળ ના ભાગે ઇજા કરી ફરીયાદી અને સાથીને આરોપીઓ ગાળો આપી જાન થીમારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img