મોરબીના નીંચી માંડેલ ગામે આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત 

મોરબી: માંડલથી વાંકડ તરફ જતા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ પાસે નીચી માંડલ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ શીવાકાંત અજયકુમાર ત્રિપાઠી ઉ.વ.૧૮ રહે હાલ સોરઠ પોલીફેબ LLP કારખાનામાં વાંકડા ગામની સીમ તાજી મોરબી મુળ રહે ફતેપુર અહેમદગંજ વિસ્તારમાં રામનગર કોલોનીમાં તાજીફતેપુર રાજ્ય યુપીવાળો નીચી માંડલ થી વાંકડ તરફ જતા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલના પાણીમાં ન્હાવા માટે જતા અકસ્માતે નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતાં શીવાકાંત નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img