મોરબીના રંગપર ગામે વીજ શોક લાગતા યુવકનું મોત

મોરબી: મોરબીના બેલા રંગપર રોડ પર રંગપર ગામની સીમમાં ઈડોરા પાર્ટીકલ બોડની સામે ટ્રક પર ચડી નાકા છોડતી વખતે ઉપરથી પસાર થતી હેવી વીજ લાઇનનો શોક લાગતા યુવકનું મોત નિપજ્યું હતું. 

મળતી માહિતી મુજબ રમઝાન મહમદભાઈ પઠાણ (ઉ.વ.૨૦) રહે. ગોધરા જી. પંચમહાલવાળા બેલા રંગપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ ઈડોરા પાર્ટીકલ બોડની સામે ટ્રક ઉપર ચડી નાકા છોડતી વખતે ઉપરથી પસાર થતી હેવી વીજ લાઇનનો શોક લાગતા રમઝાનભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img