હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે એસટી બસે હડફેટે લેતા બાઈક સવારનું ઘટનાસ્થળે મોત

હળવદ: હળવદ થી ધાંગધ્રા જઈ રહેલ એસટી બસે હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે બસે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ હળવદ થી ધાંગધ્રા જઈ રહેલ એસટી બસે હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે બાઇકને હડફેટે લેતા અજીતગઢ પોતાના ઘરે પરત જઈ રહેલ બાઈક સવાર મનુભાઈ ગોકળભાઇ પટેલ ઉ.વ.૫૫ વાળાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img