અતિભારે વરસાદને કારણે મોરબી – કચ્છ હાઈવે આગામી 36 કલાક બંધ કરાયો 

મોરબી: મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયા મિયાણા નજીક મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ નેશનલ હાઇવેને આગામી ૩૬ કલાક બંધ કરી દેવામાં આવ્યો છે.

મોરબી જીલ્લાના માળીયા ખાતે આવેલ મચ્છુડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોવાથી ઓવરફલો થતા સામખીયારી અમદાવાદ હાઇવે રોડ ઉપર હરીપર ખીરઈ તા-માળીયા મીયાણા રોડ ઉપર મચ્છુડેમનુ પાણી રોડ ઉપર ફળી વળેલ હોવાથી માળીયા હાઈવે રોડ તા-૨૭/૦૮/૨૦૨૪ થી આશરે ૩૬ કલાક સુધી ડાયવર્ઝન રાખેલ છે જેથી કચ્છ જીલ્લામાંથી અમદાવાદ તરફ જતા તમામ વાહનના ચાલકોને સમજ કરવામાં આવે છે કે સામખીયારી ચામુંડા હોટલ પરથી ડાયવર્ઝન આપેલ હોય રાઘનપુર પાલનપુર રોડનો ઉપયોગ ક૨વો જે અંગે અમલવારી કરવા ભુજ કચ્છ જીલ્લાના તમામ વાહન ચાલકોને જણાવાયું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img