મોરબીમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જુનાગઢ જેલ હવાલે કરાયો 

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે ડીટેઈન કરી જિલ્લા જેલ જુનાગઢ હવાલે કરાયો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી મેહુલભાઇ ગોવિંદભાઇ સવજીભાઇ સાબરીયા ઉ.વ.૨૯ રહે. થાનગઢ જી.સુરેંદ્રનગર વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય,જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ બનાવી સામાવાળા મેહુલભાઇ ગોવિંદભાઇ સવજીભાઇ સાબરીયા ઉ.વ.૨૯ રહે.થાનગઢ જી.સુરેંદ્રનગર વાળાને પાસા એકટ તળે ડીટેઇન કરી જિલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img