ટંકારાના સજનપર ગામેથી દેશી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામે પંચાસીયા જવાના માર્ગે રામદેવપીરના મંદિર પાસેથી દેશી બંદુક સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારાના સજનપર ગામે પંચાસીયા જવાના માર્ગે રામદેવપીરના મંદિર નજીક આરોપી ધનજીભાઈ દેવાભાઈ ધોળકીયા (ઉ.વ.૬૩) રહે. સજનપર તા. ટંકારાવાળા પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ સીંગલ બેરલની લાકડાની લોખંડની બંબુડી ફીટ કરેલ બંદુક મળી આવતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ ૩૭(૧),૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img