ડેમી -૦૨ ડેમનો એક દરવાજો વધુ 06 મીટર ખોલતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

ટંકારા: ટંકારા તાલુકા નજીક આવેલ ડેમી -૦૨ જળાશયમા ઉપરવાસમાં વરસાદને કારણે આવક વધતાં અગાઉ ૦૧ દરવાજો ૦.૪૫ ખોલવામાં આવેલ હતો તેમાં ૦૭ વાગ્યાની આસપાસ વધારો કરીને હવે ૦૧ દરવાજો ૦૬ મીટર વધારો કરવામાં આવેલ છે. જળાશયમાં હાલનું લેવલ ૪૮ મીટર છે.

જેથી ડેમ નીચે આવતા ગામો જેમ કે મોરબીના આમરણ, બેલા, ધુળકોટ, કોયલી, ચાચાપર, ખાનપર, મોટા રામપર, ટંકારાના નાના રામપર, નસીતપર, જોડીયાના માવનુગામના લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા અને સાવચેત રેહવા ચેતવણી આપવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img