મોરબીના ભડીયાદ ગામે જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના ભડીયાર ગામે રામાપીરના ઢોરા ઉપર રામાપીરના મંદીર સામે મંદિરની લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા હતા.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ભડીયાદ ગામે રામાપીરના ઢોરા ઉપર રામાપીરના મંદીર સામે મંદિરની લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ગાંડુભાઇ બાજુભાઇ ઇંટોદરા ઉવ. ૪૨ રહે. ભડીયાદ , સીરાજભાઇ અમીરઅલી પોપટીયા ઉવ-૩૬ રહે. સો-ઓરડી શેરી નંબર મોરબી, જશુભાઇ સુજાભાઇ ઇટોંદરા ઉવ.૭૦ રહે.ભડીયાદ રામાપીરના ઢોરા પાસે તા-જી મોરબી, હીતેષભાઇ અતુલભાઇ ત્રીવેદી જાતે બ્રામણ ઉવ-૨૭ રહે.ભડીયાદ રામાપીર ના ઢોરા પાસે તા-જી મોરબી, યાસ્મીનબેન ઉર્ફે આરતીબેન શૈલેષભાઇ અગેચણીયા ઉવ-૪૫ રહે. મહેન્દ્રનગર લક્ષ્મીફલેટ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૬૭,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img