મોરબીના નવા જાંબુડીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 228 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે ધર્મ સિધ્ધિ સોસાયટીમાં ગૌતમભાઇ શિવાભાઈ પરમારના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૨૮ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે ધર્મ સિધ્ધિ સોસાયટીમાં રહેતા આરોપી ગૌતમભાઇ શિવાભાઈ પરમારે પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૨૮ કિં રૂ. ૭૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img