મોરબી સિવિલ હોસ્પીટલમાં જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા પ્રસુતા માતાઓને ઘીનો શીરો અર્પણ કરાયો

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો. કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે.

ત્યારે મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેરની સિવિલ હોસ્પીટલ ખાતે પ્રસુતા માતાઓને દોશી પરીવારના સહયોગથી ચોખ્ખા ઘીનો શીરો અર્પણ કરવામાં આવ્યો હતો. આ સેવાકાર્ય અવિરતપણે જલારામ મંદિર મહિલા મંડળના બહેનો દ્વારા પ્રદાન કરવામાં આવી રહ્યુ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img