મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગત માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ 

મોરબી લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ વાલજીભાઈ ચગના ધર્મપત્નિ સ્વ. દયાબેન વાલજીભાઈ ચગની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રી માલતીબેન ચંડીભમર તથા સુપુત્રો વિનુભાઈ ચગ, પ્રતાપભાઈ ચગ, ડો.અશ્વિનભાઈ ચગ, ભાવેશભાઈ ચગ સહિતના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. 

આ તકે સદ્ગતના પરિવારજનોએ તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, અનિલભાઈ ગોવાણી, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, કિશોરભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, મનિષભાઈ પટેલ, દીનેશભાઈ સોલંકી સહીતનાઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img