મોરબીના વીસીપરામા બેભાન થઈ જતા યુવકનું મોત 

મોરબી: મોરબીના વીસીપરા કેશવાનંદ બાપુના આશ્રમ પાસે કુલીનગર-૧મા બેભાન થઈ જતા સારવાર અર્થે ખેસેડેલ યુવકનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા કેશવાનંદ બાપુના આશ્રમ પાસે કુલીનગર-૧મા રહેતા શબ્બીરભાઈ હુસેનભાઇ જેડા ઉ.વ.૩૭ વાળા આશરે ચાર દિવસ પહેલા પોતાના ઘરે હોય ત્યારે કોઈ કારણસર બેભાન થઈ જતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન શબ્બીરભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img