હળવદના કેદારીયા ગામે આધેડને બે શખ્સોએ માર માર્યો

હળવદ: હળવદ તાલુકાના કેદારીયા ગામે બે શખ્સોએ આધેડને મકાન ખાલી કરવાનું ગાળો આપી ઢીકાપાટુનો તેમજ ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા બળદેવભાઈ દેવાભાઈ પોરડીયા (ઉ.વ‌.૫૦) એ આરોપી તેમના જ ગામના અશ્વિનભાઈ રણછોડભાઈ પોરડીયા તથા કાનજીભાઇ રણછોડભાઈ પોરડીયા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીને મકાન ખાલી કરવાનું કહી બંને આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો તથા ધોકા વડે મુંઢમાર મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img