મોરબીના ત્રાજપર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો મુકેશભાઇ લાભુભાઇ આત્રેશા (ઉ.વ.૩૮), જીવરાજભાઇ નરશીભાઇ અદગામા (ઉ.વ.૫૯), રોનક ઉર્ફે રામજી જયંતીભાઇ માજુશા (ઉ.વ.૧૯) રહે. ત્રાજપર શેરી નં.૨ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૬૨૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img