મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે આગામી તારીખ 09-05-2025 થી 18-05-2025 સુધી બાળકો માટે ચિલ્ડ્રન એસ.એસ.વાય. ની શિબીર યોજાશે જેમાં 08 થી 14 વર્ષની વય મર્યાદા ધરાવતા બાળકોને રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં નાના બાળકો માટે ખેલકુદ, રમવાને બદલે ભણવાનું મહત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે. માતા-પિતા પોતાના બાળકોને નિતનવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમજ શાળાકીય પરીક્ષામાં પણ પોતાના બાળકોને 100 ટકા જ આવવા જ હોય એવી અપેક્ષા જ રાખતા હોય છે.
નાના બાળકોમાં પણ ખુબજ માનસિક તણાવ અનુભવી રહ્યા છે, બાળકો ડિપ્રેશન આધી વ્યાધિ અને ઉપાધિ ભોગવી રહ્યા છે, નાના બાળકો મોબાઈલના આદિ બની ગયા છે, બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, આવી અનેક જટીલ સમસ્યાઓનું શું કોઈ ઉકેલ નથી? હા, ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્રના ઋષિ પ્રભાકરજી દ્વારા પ્રેરીત ચિલ્ડ્રન એસ.એસ.વાય. પાસે તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે, બાળકમાં રહેલ સર્વોત્તમ શક્તિને બહાર લાવી વિકસાવવા, બાળક સહજ રીતે અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરવા સક્ષમ બને, બાળકના જિદી અને ગુસ્સાવાળા સ્વભાવમાં આમુલ પરિવર્તન કરવા,બાળકની અભ્યાસ અને સર્જનાત્મક પ્રવૃત્તિમાં આગળ વધારવા ઈચ્છતા હોય,બાળક જવાબદાર શિસ્તબદ્ધ અને બીજાને મદદરૂપ થાય તેવું ઈચ્છતા હોય,બાળક નમ્ર વિવેકી અને આજ્ઞાંકિત બને તેવું ઈચ્છતાં હોય, બાળકનો શારીરિક માનસિક સામાજિક ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ થાય તેવું ઈચ્છતા હોય તો જરૂરથી બાળકને ચિલ્ડ્રન એસ.એસ.વાય શિબિરમાં મોકલો બાળકમાં જરૂરી આમૂલ પરિવર્તન આવશે જ ચિલ્ડ્રન એસ.એસ.વાય અત્યંત સરળ શક્તિશાળી, અસરકારક અને પરિણામલક્ષી યોગની સાધના છે.
જેમાં પ્રાણાયામ, ધ્યાન અને જીવન ઉધર્વગામી બનાવે તેવા વિષયોની ચાર્ટ બનાવી સમજ આપવામાં આવે છે. અને બાળકના જીવનમાં ઘણા શારીરિક અને માનસિક ફાયદા અનુભવાય છે. સારી શારીરિક ક્ષમતામાં વધારો થાય છે. સ્વભાવમાં અમુલ પરિવર્તન થાય છે. બાળક વિનય વિવેકી અને આજ્ઞાનકિત બને છે.ગુસ્સાવાળા કે જીદી સ્વભાવવાળા બાળકમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. બાળકમાં સહકારની ભાવના વિકસે છે. અને બીજાને મદદરૂપ થવાની લાગણી વિકસે છે જવાબદારીઓની ભાવના વધે છે. સ્વભાવ શાંત બનતો જાય છે. યાદ શક્તિમાં વધારો થાય છે. ખોરાકની ટેવમાં ગુણાત્મક પરિવર્તન આવે છે. જીવનમાં સ્થિરતા આવે છે.વડીલો પ્રત્યેનો અભિગમ બદલે છે. આ શિબિરમાં આઠ વર્ષથી ઉપરના અને 14 વર્ષની ઉંમર સુધીના જ બાળકોને જોડાઈ શકે છે.
આ શિબિર આઠ દિવસની છે અને દરરોજ આશરે બે કલાકનો સમય હોય છે છેલ્લા દિવસે સવારથી સાંજ સુધી બહાર જવાનું હોય છે.આ સીબીરનું વિગતવાર માહિતી આપતું ઇન્ટ્રોડક્શન લેક્ચર સેમિનારના બાળકોના વાલીઓ માટે નીચેના વિગતે ઇન્ટ્રોડકશન લેક્ચર સેમિનાર વાલીઓ માટે તા.09-05-2025 ના રોજ સાંજે 4.30 વાગ્યે રાખેલ છે, શિબિર તા: 09/ 05/2024 થી તા.18/05/2025 સમય સાંજે 4.30 થી 6:30 કલાકે ઈડન ગાર્ડન,એસ.પી.મેઈન રોડ, મોરબી ખાતે યોજવામાં આવશે રજિસ્ટ્રેશન માટે સંપર્ક તથા રજિસ્ટ્રેશન માટેના નંબર:- નવનીતભાઈ કુંડારીયા મોબાઈલ નંબર 98252 24898 ધ્રુવ દેત્રોજા મો.99131 11202 પર રજીસ્ટ્રેશન કરવા એસએસવાય આચાર્ય નવનીતભાઈ કુંડારીયાની યાદીમાં જણાવાયું છે.
મોરબીની દિકરી રાજકોટ સાસરે હોય જ્યાં સાસરીયા પક્ષ દ્વારા પરણિતાને શારિરીક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતુ હોવાથી પરણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાયમોલ પાસે રામનગર સોસાયટીમાં માવતરને ત્યાં રહેતા રીમાબેન રવિભાઈ પરમાર (ઉ.વ.૩૦) એ આરોપી રવિભાઈ કનૈયાલાલ...
મોરબી શહેરમાં આવેલ શનાળા રોડ પર ઉમીયા સર્કલ પાસે કેનાલ નજીકથી પ્રતિબંધીત ચાઇનીઝ ફિરકી નંગ -૦૬ કિં રૂ. ૩૬૦૦ નાં મુદામાલ સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો...
મોરબી: હળવદ રોડ ઉપર આવેલ એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિકના માલિક નરભેરામભાઈ પટેલ ( પૂર્વ પ્રમુખ સિરામિક એસોસિએશન) તથા તેમના પુત્ર સાગરભાઈ પટેલ અને અમિતભાઈ, જયભાઈ, વૈભવભાઈ, વિરલભાઈ, નીરવભાઈ,હર્ષભાઈ તથા તેમજ એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિકની ટીમ દ્વારા બીજી વખત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પમા મોરબી સિવિલ...