મોરબીના તળાવીયા શનાળા ગામ નજીક ખેતરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો 

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી વાકળા જવાના માર્ગે ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી વાકળા જવાના માર્ગે કેશવજીભાઇ જુઠાભાઈ ચીખલીયાના ખેતરમાથી અજાણ્યો પુરુષ ઉ.વ.૨૫ થી ૩૫ (જેના જમણા હાથમાં અંગ્રેજીમા D S ત્રોફાવેલ છે જેના પર લીટીત્રોફાવેલ છે) યુવક મૃત હાલતમાં મળી આવતા મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને હાલ અજાણ્યા યુવકની ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img