Thursday, January 29, 2026

મોરબી મચ્છુ નદીમાં સફાઈ તથા નદીમાં થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા સામાજિક કાર્યકરોની માંગ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં આવેલી મચ્છુ નદીની તાત્કાલિક સફાઈ કરવા બાબતે તથા મચ્છુ નદીમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા બાબતે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે જગદીશભાઈ બાંભણિયા દેવેશ મેરૂભાઈ ગિરીશભાઈ છબીલાલભાઈ કોટેચાએ મોરબી જિલ્લા કલેકટર અને કમીશ્નરને રજૂઆત કરી આ બાબતે યોગ્ય કરવા માંગ કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદીની હાલત અત્યંત દયનીય બની ગઇ છે નદીમાં મોઢા પ્રમાણમાં ગાંડીવેલ ઉગી નીકળી છે તેમજ મૃત્યુ પામેલ પશુઓને નદીમાં ફેકવામાં આવતા નદીનું પાણી દુષિત બની ગયુ છે. જેના કારણે પર્યાવરણ તથા જાહેર આરોગ્યને ગંભીર નુકશાન પહોંચવાની શકયતા ઉભી થઇ છે.

આ ઉપરાંત તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રદભાઈ પટેલ મોરબી પધાર્યા હતા ત્યારે મચ્છુ નદીને વિસ્તુત (મોટી) કરવાની વાત કરવામાં આવી હતી.

આ દિવાલ દૂર કરવામાં ન આવે તો આવનારા સમયમા ભારે વરસાદ દરમીયાન નદી ઓવરફલો થવાથી સંભાવના છે. જેના કારણે નદીની આસપાસ વસતા ગરીબ તથા મધ્યમ વર્ગના રહેવાસીઓને ભારે જાનમાલનું નુકશાન થવાની શકયતા રહેલી છે. જેથી મચ્છુ નદીની તાત્કાલીક અને સંપુર્ણ સફાઈ કરવામાં આવે નદીમાં ગાંડીવેલ કચરો તથા મૃત પશુઓ નાખતા અટકાવવા કડક પગલા લેવાય. અને આખી નદીમાં વેલ ભરાઈ ગયેલ તે દૂર કરવા સામાજીક કાર્યકરો તથા જનતા માંગ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર