Monday, May 18, 2026

મોરબીના મહેન્દ્રનગરમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય યુવાને પોતાના રહેણાંક ફ્લેટમાં ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જયદીપભાઈ ચંદુલાલ સંધાણી ઉવ.૨૮, રહે. મહેન્દ્રનગર હળવદ રોડ રામેશ્વર પાર્ક સમૃદ્ધિ પેલેસ બ્લોક નં. ૭૦૧ મોરબી વાળાએ ગઈકાલ તા. ૧૩/૦૨/૨૦૨૬ના રોજ પોતાના ફ્લેટના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે દિનેશભાઈ ધરમશીભાઈ માકાસણા રહે.રવાપર રોડ ઉમા રેસીડેન્સી મોરબી વાળા પાસેથી બો ડિવિઝન પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અકસ્માતે રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img