Saturday, February 14, 2026

મોરબીના વિરપરડા ગામે આઈશ્રી રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે: રાસ-ગરબા અને યજ્ઞનું ભવ્ય આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જિલ્લાના વિરપરડા ગામે આગામી તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ને ગુરુવારના રોજ આઈશ્રી રાજબાઈ માતાજીનો ‘પ્રાગટ્ય મહોત્સવ-૨૦૨૬’ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. શ્રી રાજલધામ-વિરપરડા ખાતે સમસ્ત ઓરીયા વ્યાસ પરિવાર દ્વારા આ મંગલ પ્રસંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

મહોત્સવના ભાગરૂપે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં ભવ્ય રાસ-ગરબા: ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ઓરીયા પરિવારના કલાકારો અને રાજલ સાઉન્ડના સથવારે રાસ-ગરબાની રમઝટ જામશે.

પવિત્ર યજ્ઞ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૮:૦૦ કલાકે માતાજીના સાનિધ્યમાં યજ્ઞનો પ્રારંભ થશે. મહા પ્રસાદ: ગુરુવારે બપોરે ૧૨:૩૦ કલાકે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહા પ્રસાદના દાતા જગદીશબાપુ (બાબાસાગર)-શિવપુર છે.

સ્થળ: આઈશ્રી રાજબાઈ મંદિર, વિરપરડા, તા. જી. મોરબી. સમસ્ત ઓરીયા વ્યાસ પરિવાર અને મંદિરના પુજારી દ્વારા આ ધાર્મિક અવસરે પધારવા તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૮૭૯૭ ૭૪૯૭૫ પર સંપર્ક કરી શકાશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર