Monday, May 18, 2026

મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પર પશ્ચિમ દિશામાં સ્ટ્રીટ લાઈટો નાખવા કમીશ્નરને રજુઆત 

મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં ભક્તિ નિકેતન ,૧,૨,૩, અવની, રાધા કિશન, ધર્મશુભ સોસાયટી આવેલી છે. જેમાં તાજેતરમાં કલેકટર દ્વારા કેનાલના બન્ને સાઈડના રોડને વનવે જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે પશ્ચિમ દીશામાં ટ્રાફિક ઘણો વધી ગયો છે. અને વાહનો વનવે ના કારણે પુરપાટ હાંકે છે. હાલમાં કેનાલની પશ્ચિમ દીશામાં સ્ટ્રીટ લાઈટ નથી જે તાત્કાલિક નાખી આપવા સોસાયટીના રહીશો દ્વારા કમીશ્નરને લેખિત રજુઆત કરી માંગ કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં આવેલી છે. તાજેતરમાં કલેકટર દ્વારા કેનાલ ના બન્ને સાઈડના રોડ ને વનવે જાહેર કરવામાં આવે છે, જેના કારણે પશ્ચિમ દીશામાં ટ્રાફિક ઘણો વધી ગયો છે. અને વાહનો વનવે ના કારણે પુરપાટ ચલાવી રહ્યા છે છે. હાલમાં કેનાલની પશ્ચિમ દીશામાં સ્ટ્રીટ લાઈટ નથી. અંધારાના કારણે એકસીડન્ટ થવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. તેમજ જુની ઉમિયાજી શાકભાજી માર્કેટ અને પ્રમુખ બંગ્લોઝ ની વચ્ચે આવેલ પક્તર ખેતરો ના કારણે ઉકરડા જેવી પરિસ્થિતી છે જેના કારણે ઢોરનો ખુબ જ ત્રાસ છે આમ અંધારુ અને ઢોરના કારણે રાહદારીઓ ચાલી શકતા નથી. આથી અકસ્માત થવાની સંભાવના ખુબ જ વધી ગઈ છે. તો વહેલી તકે સ્ટ્રીટ લાઈટ તથા ગંદકી દુર થાય તેવી વ્યવસ્થા કરી આપવામા આવે ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે આશરે ૧૫ વીજ પોલ આવેલા છે, નવી વીજ લાઈન નાખવાની થતી નથી, ફકત સ્ટ્રીટ લાઈટનો એક તાર અને ચિત્ર લેમ્પ નાખવાના થાય છે. આ રોઙ આશરે બે વર્ષ થયા થઈ ગયેલ છે. પરંતુ નગર પાલિકા તરફથી એકપણ દિવસ સફાઈ કરવામાં આવેલ નથી ગંદકીના થર જામી ગયા છે અને ધૂળની ડમરીઓ ઉઠે છે. તો તાત્કાલિક કામ કરી આપવા માંગ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img