NMMS 2025-2026ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ તમામ સદસ્યો વિશેષમાં ગ્રામજનો આ બધા તેજસ્વી વિદ્યાર્થીઓના ઉજ્જવળ શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.