દશાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેક ભવ્ય વિડિયો શો, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સત્ય ઘટના પર આધારિત લાઇવ શો સહિતના કાર્યક્રમો યોજાશે
અહેવાલ:- ઇમરાન સરવદી
ઉપલેટા
ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે તા. ૨૪ ફેબ્રુઆરી થી ૫ માર્ચ ૨૦૨૬ સુધી સતત ૧૦ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય અને વિશાળ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેકવિધ કાર્યક્રમો ૧૦ દિવસ સુધી યોજાશે. આ દશાબ્દી મહોત્સવ ઉપક્રમે આયોજિત આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં સંસ્કાર પ્રેરિત ભવ્ય નગર (અનેક પ્રદર્શનો), સંસ્કાર પ્રેરિત વિડિયો શો (વ્યસન મુક્તિ, નવધા ભક્તિ વગેરે), આનંદ મેળો (બાળ નગરી, નાના બાળકો માટે રમત ગમતમાં વિજેતા થનાર બાળકોને ઈનામ અપાશે), સુવર્ણા (ખાસ પરિવાર સાથે જોવાલાયક બાલિકા મંડળ દ્વારા નૃત્યનાટીકા), શુદ્ધ શાકાહારી પ્રેમવતી (ઉપહાર ગ્રહ) તેમજ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં દસ દિવસ સુધી બ્લડ ડોનેશન કેમ્પ પણ સતત ચાલુ રહેશે. આ મહોત્સવમાં ઈમરજન્સી સેવાઓ તથા પોલીસ પણ ખાસ સેવા ફરજ બજાવશે.
પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી તથા મહંત સ્વામીની આજ્ઞાથી યોજાઈ રહેલા આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં દસ દિવસ સુધી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી ધાર્મિક તથા પારિવારિક સંસ્કાર સંદર્ભના જ્ઞાન સાથે લાભ લેશે. આ તમામ પ્રદર્શનો તેમજ બાળ નગરી સહિતના તમામ પ્રદર્શનો બિલકુલ નિશુલ્ક રાખવામાં આવ્યા છે જેની તમામ ભાવિક ભક્તો ખાસ નોંધ લેશો.
આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં પ્રદર્શન તેમજ અન્ય પારિવારિક જ્ઞાન મેળવવા ઉપલેટા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પરિવાર તરફથી ઉપલેટા શહેર, તાલુકા તેમજ આસપાસના તાલુકા તેમજ ગ્રામ્ય પંથકના દરેક ભાવિક ભક્તોને આ મહોત્સવમાં પ્રદર્શન તેમજ પારિવારિક જ્ઞાન મેળવવા માટે હૃદય પૂર્વક આમંત્રણ પાઠવવામાં આવે છે.
ખાસ ઉલ્લેખનીય છે કે આ તમામ કાર્યક્રમ પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામી તથા પૂજ્ય અક્ષરમંગલ સ્વામીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો તડામાર તૈયારી સાથે આખરી ઓપ આપી રહ્યા છે. જેની તૈયારી રૂપે પ્રથમ દિવસે ઉપલેટા નગરમાં ભવ્ય શોભાયાત્રા નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે






