Saturday, March 7, 2026

મહિલા દિને મનપાની ભેંટ : પૂરો દિવસ વિનામૂલ્યે અવરજવર કરી શકશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ચક્રવાત રાજકોટ

આવતીકાલે 8 માર્ચના રોજ 115માં `આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નિમિતે મહિલાઓ એક દિવસ માટે, સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં સરકાર `ક્નયા કેળવણી’ અભિયાન, `બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, મહિલાઓમાં નામે મિલકત રજીસ્ટ્રેશન સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્કર્ષમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે.
મિલકત વેરા અને પાણી વેરામાં મહિલાઓના મિલકતના કિસ્સામાં એડવાન્સમાં મિલકતવેરામાં વિશેષ 5% વળતર આપવામાં આવે છે, દર વર્ષે `આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’, `રક્ષાબંધન’ અને `ભાઈબીજ’ના પવિત્ર દિવસે મહિલાઓને ભેટ સ્વરૂપે સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી છૂટ આપે છે.
જે પ્રમાણે આવતીકાલે સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે તેમ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષના નેતા શ્રીમતી લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયાએ જણાવ્યું છે.

વધુ જુઓ

તાજા સમાચાર