મોરબી વાવડી રોડ પર આવેલી સંત કબીર વાટીકા સોસાયટીમાં વટેશ્વર મહાદેવ મંદિર ના લાભાર્થે તારીખ 12/03/2022 શનિવારે રામામંડળ રમાશે
મોરબીના નાની વાવડી રોડ સમજુબા વિદ્યાલય પાછળ આવેલી સંત કબીર વાટીકા સોસાયટીમા તારીખ 12/03/2022 શનિવારના રોજ રામદે ગૌશાળા મંડળ લુશાળા તાલુકો વંથલી જિલ્લો જુનાગઢના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરેલ છે. સાંજે 5 વાગ્યે કબીર આશ્રમ વાવડી રોડ થી શોભાયાત્રા/સામૈયા નીકળશે તથા રામાપીર ના પાઠ રાત્રે 9 વાગ્યે વટેશ્વર મહાદેવ મંદિરે રાખવામાં આવેલ છે તેથી સર્વે ધર્મપ્રેમી જનતાને આ તકનો લાભ લેવા બહાદુરભાઈ ડાંગર તથા વાટીકા સોસાયટી મિત્ર મંડળ તરફથી નિમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ માહિતી માટે 9879293247 પર સંપર્ક કરવો.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...