અજયભાઈ લોરિયા દ્વારા જેતપર ગામે બનેલ ઘટના વિરૂદ્ધ એસ.પી. અને કલેકટરને પત્ર લખ્યો

થોડા સમય પહેલા મોરબીના જેતપર ગામે અમુક આવારા તત્વો દ્વારા યુવકને માર મારવાની ઘટના સામે આવી હતી જેના વિરોધમાં જેતપર ગામના રહેવાસીઓ એ બંધ પડ્યું હતું. મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ અજયભાઈ લોરિયા દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડા અને કલેકટરને પત્ર લખ્યો છે.

અજયભાઈ એ પત્રમાં જણાવ્યું હતું કે જેતપર ગામે આવારા તત્વો દ્વારા નિર્દોષ ગામના સેવાભાવી યુવાન પર પાઈપ અને ધોકા વડે જાનલેવા હુમલો કર્યો હોઈ ત્યારે યુવાન ને ગંભીર ઈજાઓ પહોંચી હોઈ. જેતપર ગામની એકતાને તોડવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોઈ ત્યારે આ બાબતે આવતા તત્વો વિરૂદ્ધ કાયદેસરની કડક સજા ફટકારી કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા પોલીસ વડા અને કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img