11 ઓગસ્ટ મચ્છુ જળ હોનારત દિન નિમિત્તે મોરબીમાં મૌન રેલીનું આયોજન 

મોરબી: આગામી તા. ૧૧/૦૮/ ૨૦૨૪ના રોજ “મચ્છુ જળ હોનારત દિન” હોય તે નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા મૌન રેલીનુ આયોજન કરવામાં આવ્યું છે.

જે બપોરે ૦૩:૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી મૌનરેલી નીકળી મૃતાત્માઓના સ્મૃતી સ્તંભ મણી મંદિર ખાતે બપોરે ૦૩:૩૦ કલાકે પહોચશે અને ત્યા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નગરપાલિકા દ્વારા તથા મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી બે મીનીટનું મૌન પાળવામાં આવશે. તેથી મોરબીની જાહેર જનતાને આ કાર્યક્રમમાં હાજર રહેવા જણાવાયું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img