સરકારી આયુર્વેદીક હોસ્પિટલ મોરબી દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઔષધીય રોપા વિતરણ કરાયાં

આજે તારીખ ૦૫ જુન એટલે સમગ્ર વિશ્વમાં પર્યાવરણની જાળવણી માટે વિશ્વ ભરમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.

ત્યારે સરકારી આયુર્વેદીક હોસ્પિટલ મોરબી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે હરિતયોગ અંતર્ગત આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઔષધીય રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ હોસ્પિટલ ખાતે ઔષધીય રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકો જાગૃત બંને અને પર્યાવરણની જાળવણી કરે અને પર્યાવરણને બચાવે તેવા ઉદ્દેશથી ઔષધીય રોપા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ આ ઔષધીય રોપા મનુષ્યના જીવનમાં કેટલા ઉપયોગી છે તેના વિશે લોકોને ડોક્ટરો દ્વારા માહિતી પણ આપવામાં આવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img