Saturday, May 18, 2024

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન આર્ય ગ્રામ ખાતે કરાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ચૈત્ર વદ -૧૧ વિક્રમ સંવત ૨૦૮૦ દિનાંક ૦૪/૦૫/૨૦૨૪ ને શનિવારે “વૃક્ષદેવ પરિચય કાર્યશાળા” નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યું હતું.

વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા, પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે માનનીય વૈદ કિરીટસિંહ ઝાલા દ્વારા લગભગ ૮૦ જેટલી ઔષધીય વનસ્પતિનો પરિચય કરાવેલ અને વનસ્પતિ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યશાળામાં ૭૦ જેટલા ભાઈ બહેનો અને બાળકો ઊપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ગો-પાલક, નિવૃત ગ્રામ સેવક, પ્રકૃતિપ્રેમી પ્રાણજીવન ભાઈ કાલરીયા તથા મધુરમ ફાઉન્ડેશનના ડો મધુસૂદનભાઈ પાઠક તથા વૈદ્ય ચિરાગભાઈ વિડજા તથા વૈદ્ય જાનકીબેન ગામી ઉપસ્થિત રહ્યા હતા.ભારત વિકાસ પરિષદ ના ડો જયેશભાઈ પનારા, દિલીપભાઈ પરમાર, રાકેશભાઈ મેરજા, પરેશભાઈ કુંડારિયા, રજનીભાઈ જીવાણી તથા પ્રકૃતિપ્રેમી આંબાલાલ પટેલ(કવિ), ચંદ્રશેખરભાઇ, કાલરિયાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હિરેનભાઈ ધોરીપાણી દ્વારા કરવામાં આવેલ હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર