ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આવતી કાલે મોરબીના પ્રવાસે

ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા આવતી કાલે ૪ જાન્યુઆરીએ મોરબીના પ્રવાસે આવનાર છે.

જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા બપોરે ૧૨ વાગ્યે વાંકાનેર તાલુકાના માટેલ ખાતે શ્રી ખોડીયાર મંદીરની મુલાકાત લેશે.

ત્યારબાદ ત્રણ વાગ્યે વાંકાનેર તાલુકાના થીકરીયાળા ગામમાં થીકરીયાળા નાની સિંચાઈ યોજનાના કામોનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ઉપરાંત ૦૩:૩૦ કલાકે વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં શ્રી આપા જલાની જગ્યાએ મેસરીયા નાની સિંચાઈ યોજનાના કામોનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img