મંદીના માહોલમાં સિરામિક એસોસિયેશનનાં ક્યાં હોદ્દેદારોએ સિરામિક વાળાને જ ઘરની ગાય ના ગોઢલા કર્યા?

હમણાં પીપળી રોડ ખાતે સિરામિક એસોિયેશન દ્વારા સિરામિક જાગૃતતાનો કાર્યક્રમ કર્યો જેમાં લેબરના ઓળખપત્ર, સીસીસટીવી કેમેરા જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જે આવકાર્ય છે 

પરંતુ થોડાક મહિનાઓ પહેલાં સિરામિક એસોસિયેશનનાં હોદ્દેદારો દ્વારા સિરામિકના NGT ના કોલગેસ ના દંડ બાબતે કારખાના દીઠ 5% લેખે રોકડા રૂપિયા ઉઘરાવ્યા હતા જેમાં મોટા ભાગના એકમો દ્વારા રોકડ રકમ આપી દેવામાં આવી હતી. જયારે અમુક લોકો આ બાબતે સહમત ન હતા

હવે જાગૃતતા ની વાત આવે તો સવાલ એ થાય છે કે આવેલ રકમ માંથી દંડ બાબતે શું કાર્યવાહી કરવામાં આવી અને કેટલા લોકો ને દંડ માંથી મુક્તિ મળી ગઈ અને જે ને રકમ નહિ આપી તેના વિરુદ્ધ શું કાર્યવાહી થઈ ?

પહેલી વાર સરકારી પેનલ્ટી બાબતે રોકડો ફાળો કરવામાં આવ્યો હોઈ એવી ઘટના સિરામિક માં બની, તો હવે જો સિરામિક એસોસિએશન એટલું જાગૃતતા મા માનતું હોઈ તો આ ઉઘરાણા અને વપરાશ બાબતે પણ જાગૃતતા લાવવી જોઈ

હાલ સિરામિક ઉદ્યોગ વેન્ટિલેટર ઉપર છે જે ગમે ત્યારે શ્વાસ લેવાનું બંધ કરી દે,દિન પ્રતદિન સિરામિક એકમો બંધ થઈ રહ્યા છે જેની પાછળના મુખ્ય કારણો “ચાઇના નહિ પણ આયના” છે

સિરામિક ઉદ્યોગકારો દ્વારા પણ જાગૃતતા રૂપે પ્રશ્ન પૂછવો જોઈ કે જે રોકડ ઉઘરાવી તેનું શું થયું અને જેને નથી આપી તેનું પણ શું થયું.હાલ કેસ ક્યાં પહોંચ્યો અને એની સુનાવણી મા શું નિર્યણ થયો

જો ઉપરોક્ત તમામ સવાલો ના જવાબ મા કોઈ જ અસરકારક કામગીરી ના થઈ હોઈ તો એકમો દ્વારા આ પૈસા પરત માંગી લેવા જોઈ અને હાલના મંદીના માહોલ મા ઉપયોગમાં લઈ લેવા જોઈ..માટે જાગૃતતા ના ભાગ રૂપે ઉદ્યોગકારો એ એક મિટિંગ ગોઠવી તમામ બાબતે ચર્ચા અને ઉઘરાણા ને ફરી ચકાસી લેવું જોઈ

બાકી એકવાત નક્કી છે કે જે લોકોએ NGT ના દંડ હોવા છતાં કારખાના બંધ કરી ને વહેચી દીધા જેને ખરીદનાર ને પણ GPCB અન્ય ઉદ્યોગ માટે મંજૂરી નથી આપતી જેનો સીધો મતલબ કે કોઈ જ કાર્યવાહી કરવામા આવી નથી?

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img