Monday, May 18, 2026

મોરબીના લીલાપર ઘુનડા રોડ પર યુવક પર છરી વડે હુમલો

મોરબીના લિલાપર ઘુનડા રોડ પર ઉપર આવેલ શિવમ પાર્ટી પ્લોટ થી લીલાપર ગામની સીમ વચ્ચે ગાયત્રી સ્ટોન ભઈડીયાથી આગળ વાડીના રોડ પર બાઈક પર ત્રણ શખ્સો આવી કોઈ કારણસર યુવકને મારી નાખવાના ઈરાદાથી છરી વડે ઇજા કરી મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના લિલાપર ગામ નવા પ્લોટમાં રહેતા અનિલભાઈ ધનજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) એ આરોપી અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે એક કાળા કલરના સ્પ્લેન્ડર પ્લસ નંબર વગરના મોટર સાયકલ ઉપર ત્રણ ઈસમે આવી કોઈ અગમ્ય કારણૉ સર ફરીયાદીના મોટર સાયકલ ની આગળ તેમનુ મોટર સાયકલ નાખી આ ત્રણેય ઈસમો પૈકી વચ્ચે બેઠેલ લાલ કલર ના શર્ટ વાળા ઈસમે ફરીયાદીને મારી નાખવાના ઈરાદે છરી થી ફરીયાદીના પેટમા ,છાતીના ભાગે તથા વાસામા તથા જમણા ગાલે નાક પાસે ગંભીર ઈજાઓ કરી મોટર સાયકલ ચાલક તથા પાછળ બેઠેલ ઈસમે ફરીયાદીને ઢીકાપાટુ નો મુઢ માર મારી ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img