મોરબીનાં ઘૂંટુ ગામે અક્ષત કળશનું સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું
હાલ સમગ્ર ભારત ભરમાં અયોધ્યામાં 22 મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે જેને લઈને સમગ્ર ભારતમાં રહેતા લોકોમાં અનેરો આનંદ છે ત્યારે મોરબીનાં ઘૂંટુ ગામે ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું
અક્ષત કળશ યાત્રા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા થી આવેલા અક્ષત કળશ યાત્રાનું આયોજન ધુંટું ગામ ખાતે કરવામાં આવ્યું હતું.ગામના બાળકો દ્વારા રામ લક્ષ્મણ અને સીતા માતાના પોશાકો પહેરીને આ યાત્રામાં ભાગ લઈને પોતાની લાગણીઓ દર્શાવી હતી તો ગામ માંથી બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો આ યાત્રા માં ઉપસ્થિત રહ્યા હતાં
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...