હળવદ: અપહરણ તથા પોક્સોના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને જામીન પર મુક્ત કરવાનો મોરબી કોર્ટે હુકમ કર્યો 

હળવદ: મોરબી જીલ્લાની જવેનાઈલ કોર્ટે હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામની સીમમાથી અપહરણ તથા પોકસોના ગુનામાં કાયદાના સંઘર્સમાં આવેલ બાળકનો જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો.

હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરી ગુનો કર્યા અંગેના ગુન્હાની ફરીયાદના આધારે હળવદ તાલુકા પોલીસે ભારતીયદંડ સંહિતાની તથા પોકસો એકટની કલમ મુજબ કાયદાના સંધર્સમાં આવેલ બાળકની ધરપકડ કરેલ હતી.

જેમાં કાયદાના સંઘર્સમાં આવેલ બાળક વતી મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અંગેચાણીયા મારફત મોરબી જવેનાઈલ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ અને ધારદાર કાયદાકીય દલીલ કરેલ. જથી બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી કાયદાના સંપર્સમાં આવેલ બાળકને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં બચાવ તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img