મોરબી: હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં રહેતી અને મજુરી કામ કરતી મૂળ દાહોદ જિલ્લાના વતની જાનકીબેન ઉર્ફે ધનીબેન નામની ૩૫ વર્ષની મહિલાની માથા અને હાથના ભાગે ઢોરમાર મારી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઇ અને મૃતદેહનો કબજો મેળવી પેનલ પીએમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હળવદ પોલીસે હત્યાનો ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મહિલાને તેના જ પતિ દ્વારા ઢોર માર્યા હોવાની આશંકા સામે આવી રહી છે જોકે સંપૂર્ણ હકીકત પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...