Sunday, September 15, 2024

વાંકાનેર હાઈવે ચોકડીથી લીમડા ચોક સુધી અડધા કિમીના રોડમાં સાત ખાડાઓ, નાગરિકો ત્રાહિમામ…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત-નગરપાલિકાની ચૂંટણી પૂર્વે મુદત પુરી થતા હાલ સરકારી વહીવટદાર શાસન અમલમાં છે ત્યારે કહેવું અનિવાર્ય બન્યું છે કે આ વહિવટદારોની નિમણૂકની સાથે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં મતલક્ષી વિકાસના કામોના નાટકો શરૂ થયા છે. વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ વાઈઝ મિટિંગનો દોર, અધુરા કામોનો સર્વે અને લાંબા સમયથી બંધ-અનિર્ણિત કામો શરૂ કરવાના માત્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે.

આ સાથે જ લોકોને તેમની સમસ્યા બાબતે તંત્ર દ્વારા રજૂઆતો કરવાનું પણ આહવાન કરાયું જેમાં તંત્રને કરાયેલ એક પણ રજુઆત બાબતે આજ સુધી કોઈ અમલવારી થયાનો જોવા-જાણવા મળ્યું નથી…

ભાજપ શાસિત સ્વરાજ્યની સંસ્થાઓ પૈકી વાંકાનેર નગરપાલિકામાં વોર્ડ વાઈઝ સર્વે થયો કે નર્યા નાટક થયા !

ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન હોય તેના ઈશારે વાંકાનેર નગરપાલિકાની અગાઉની બોડીએ પણ માત્ર કાગળ ઉપર તૈયાર કરેલાં કામોની સમીક્ષા કરવાના નાટકો કર્યા અને બાદમાં લાગવગશાહિના ધોરણે અમુક શેરી ગલીઓમાં રોડ બનાવ્યા અને એ પણ ચુંટણી સમયે ! આ બધા વચ્ચે શેરી-ગલીઓથી વધુ ઉપયોગમાં આવતો અને ટ્રાફિકથી સતત ધમધમતો હાઈવે ચોકડીથી લીમડા ચોક સુધી 450 મીટર એટલે કે અડધો કિ.મીનો રોડને હાલનું વહિવટદાર તંત્ર અને અગાઉના શાસનકર્તાઓ કેમ ભુલી ગયા ?

આ રોડમાં અધધ સાત જેટલા મોટા ખાડાઓ તંત્રને દેખાતા કેમ નથી ? નવિનીકરણને ઝંખતા આ રોડમાં છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી આ ખાડાઓ પડ્યા છે, જેનાથી વાંકાનેરના નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. આ અડધો કિ.મી રોડ પસાર કરવામાં ફોર વ્હીલર અને ટુ-વ્હીલર ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વિકાસના બણગા ફૂંકતા સરકારી તંત્રના અધિકારીઓ અને અગાઉના શાસનકર્તાઓને આંખે મોતિયો આવ્યો છે કે શું ? જેમને આવડા મોટા ખાડાઓ દેખાતા નથી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર