સ્પષ્ટ બહુમતી વાળી કેન્દ્ર સરકાર સમાન નાગરિક ધારો, વસતી નિયંત્રણ ધારો તેમજ લવ જેહાદ અંગે કાયદો લાગુ કરે- ડો. પ્રવિણભાઈ તોગડીયા.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દેશભર માં એક લાખ થી વધુ હનુમાનચાલીસા કેન્દ્રો શરૂ કરવા માં આવશે
તાજેતર માં પટના બિહાર ખાતે મળેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની કેન્દ્રીય બેઠક માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગામી કાર્યક્રમો ની વિસ્તૃત ચર્ચા કરવા માં આવી હતી. જે અંતર્ગત રવિવાર તા.૨૩-૭-૨૦૨૩ ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત ની બેઠક યોજાઈ હતી. જેમાં હિન્દુ હ્રદય સમ્રાટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, રામ મહેલ મંદિર ના મહંત પૂ.રાજેન્દ્રપ્રસાદજી, રામધન આશ્રમ ના મહંત પ.પૂ.ભાવેશ્વરી દેવીજી,મચ્છુ મા ની જગ્યા ના મહંત પૂ.ગાંડુ મહારાજ, માલાબેન રાવલ, રોહીતભાઈ દરજી, નરેન્દ્રભાઈ વ્યાસ, શશીકાંતભાઈ પટેલ, જયસુખભાઈ પટેલ, ડો.જે.જી. ગજેરા સાહેબ, નિર્મલસિંહ ખુમાણ, બાલ્કેશભાઈ રાઠોડ, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી,વસંતભાઈ પટેલ, જયસુખભાઈ, રમેશભાઈ પુરોહીત, મનસુખભાઈ રૈયાણી,હિમંતભાઈ બોરડ, મજબુતસિંહ બસીયા, ચંદુભાઈ વાળા,વનરાજસિંહ ખેર, બીજલભાઈ રબારી, ભુપતભાઈ બારૈયા, યોગેન્દ્રસિંહ રાઠોડ સહીત ના સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે માલાબેન રાવલ, રણછોડભાઈ ભરવાડ સહીત નાં અગ્રણીઓએ ભારત દેશ ની પ્રવર્તમાન પરિસ્થિતી તેમજ હિન્દુ રાષ્ટ્ર નિર્માણ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની ભૂમિકા તેમજ સંસ્થા ના આગામી પ્રકલ્પો વિશે માહિતી આપી હતી. તેમજ હિન્દુ હ્રદય સમ્રાટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા એ આગામી સમય માં ભારતભર માં એક લાખ થી વધુ હનુમાનચાલીસા કેન્દ્રો શરૂ કરવા તેમજ દરેક વિસ્તાર માં મેડિકલ કેમ્પ યોજી સુરક્ષિત હિન્દુ, સ્વસ્થ હિન્દુ ની સંકલ્પના સાકાર કરવા ઉપરાંત વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. વધુ માં તેમણે સ્પષ્ટ બહુમતી ધરાવતી કેન્દ્ર સરકાર સમાન નાગરિક ધારો, વસતી નિયંત્રણ ધારો તેમજ લવ જેહાદ અંગે કાયદો લાવે તેવી માંગ ઉઠાવી હતી તે ઉપરાંત ગુજરાત માં થયેલ હિન્દુ યૌધ્ધા કિશન ભરવાડ ની હત્યા, કાશ્મીર ના હિન્દુ શરણાર્થીઓની પરિસ્થિતી તેમજ મણીપુર ની ઘટના વિશે સરકાર ને આડેહાથ લીધી હતી.
પ્રાંત બેઠક ને સફળ બનાવવા મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડસહીતના પદાધિકારીઓ જહેમત ઉઠાવી હતી. પ્રાંત બેઠક માં વિવિધ પ્રખંડો, જીલ્લાઓ તેમજ તાલુકાઓના પદાધિકારીઓની નિમણુંક કરવા માં આવી હતી તેમજ એકતા એજ લક્ષ્ય સંગઠન સહીત ની વિવિધ હિન્દુ સંસ્થીઓ દ્વારા ડો. પ્રવિણભાઈ તોગડીયા નું અભિવાદન કરવા માં આવ્યુ હતુ.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...