માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ ચાલુ રાખવા માળિયા (મીં) કોંગ્રેસ પ્રમુખની માંગ

માળીયા બ્રાન્ચ કેનાલ અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ ચાલુ રાખવા બાબતે માળિયા મીયાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયાએ મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી માંગ કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે માળીયા વિસ્તારના ખેડૂતો રવિ પાકની સિઝનનું વાવેતર કરેલ હોવાથી. અત્યારે વરિયારી, ડુંગળી, લસણના પાકને હજી એક મહિનો પાણીની જરૂરિયાત રહે છે. નર્મદા વિભાગના સાહેબ જોડે વાતચીત કરતાં. આ બન્ને કેનાલ ફેબ્રુવારીના અંતમાં બંધ કરવાની વાતચીત થયેલ છે. તો તમામ ખેડૂતોની માંગણી છે. કે માર્ચ મહિનાના અંત સુધી એટલે કે. તા. ૩૧/૩/૨૦૨૬ સુધી ચાલુ રાખવા માંગ કરી છે. જો ખેડૂતોની માંગણી ને ધ્યાને લઈને કોઈ નિર્ણય ન લેવાય તો ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિધ્યા માર્ગે આદોલન કરવામાં આવશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img