માળીયાના કુંભારીયા ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં આધેડનું મોત

માળીયા (મી): માળીયા તાલુકાના કુંભારીયા ગામની સીમમાં વાકીયાના નાલા નજીક નર્મદા કેનાલ પાસે આવેલ પોતાના ખેતરે ઈલેક્ટ્રીક મોટર રીપેર કરતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં આધેડનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મનહરભાઈ કરશનભાઈ લોરીયા ઉં.વ. ૫૦ વાળા કુંભારીયા ગામની સીમમા વાકીયાના નાલા નજીક નર્મદા કેનાલ પાસે આવેલ પોતાના ખેતરે પિયત કરવા માટેની ઈલેકટ્રીક મોટર રીપેર કરતી વખતે અકસ્માતે ઈલેકટ્રીક શોક લાગતા મનહરભાઈ નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા (મી) તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img