આજ રોજ વાંકાનેર તાલુકામાં ગાયત્રી મંદિર ખાતે જિલ્લા કક્ષાના કલા ઉત્સવ નું આયોજન થયેલ હતું જેમાં સાર્થક વિદ્યામંદિર શાળામાંથી ઉત્તમ પરિણામ મેળવનાર વિધાર્થીઓની યાદી સંગીત વાદન સ્પર્ધા પ્રથમ ક્રમાંક – રાણપરા હરીશ રાજેશભાઇ (ધોરણ-7) સંગીત ગાયન સ્પર્ધા દ્વિતીય ક્રમાંક – બેલીમ અક્ષા સાજીત ભાઈ (ધોરણ-9) સાર્થક વિદ્યામંદિર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે
પ્રથમ ક્રમે આવેલ વિધાર્થી રાજ્ય માટે પસંદગી પામેલ છે જે શાળાનું તેમજ મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...