Friday, March 29, 2024

મોરબી ખાતે અનેરો સમૂહ લગ્નોત્સવ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

આજકાલ ના આધુનિક સુખસુવિધા વાળા માહોલમાં યુવાનો પોતાની મરજી મુજબ જીવન સાથી સોધતા થઈ ગયા છે જેના કારણે દિન પ્રતિદિન પ્રેમ લગ્ન (રજિસ્ટર્ડ મેરેજ) ની વધુ માં વધુ ચર્ચાઓ સાંભળવા મળે છે. આવી ઘટનાનો વધારો થતાં આપણા ગુજરાતની સંસ્કૃતિ અને લગ્નવિધિઓ નું મહત્વ જળવાય રહે તેમજ રજિસ્ટર્ડ મેરેજ વાળાઓ યુગલોને હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કરવા પણ જરૂરી એ સમજાવવા મોરબી ખાતે એક અનેરો સમૂહ લગ્નોત્સવ યોજાયો.

વાત્સલ્ય ફાઉન્ડેશન – મોરબી અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંજોગોવશ રજિસ્ટર્ડ લગ્ન કરેલ યુગલો માટે “શાસ્ત્રોક્ત સાત ફેરા”નું આયોજન કરેલ આ લગ્નોત્સવમાં રજિસ્ટર્ડ લગ્ન વાળા યુગલોને બંનેના પરિવારોની ઈચ્છાઓ અને આશીર્વાદથી હિન્દુ સંસ્કૃતિ મુજબ શાસ્ત્રોક્ત ના સાત ફેરા સાથે પરિવારના સભ્યોના આશીર્વાદ આપ્યા.

વાત્સલ્ય ફાઉન્ડેશન – મોરબી પ્રમુખ ડો.પરેશ પારીઆ અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ ડો.હાર્દિક જેસવાણીના જણાવ્યા મુજબ આ “શાસ્ત્રોક્ત સાત ફેરા” કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ રજીસ્ટર્ડ લગ્ન કરનાર યુગલો ને એ બતાવવા નો હતો કે હિન્દુ ધર્મ મુજબ જ્યાં સુધી અગ્નિના સાત ફેરા અને પરિવારના દિલથી આશીર્વાદ ના મળે ત્યાં સુધી સુખી અને સારું દામ્પત્ય જીવન નથી જીવાતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર